જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫ ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા દ્વારકામાં ગઈકાલે રવિવારે વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી. ભગવાન શ્રી […]
Category: ARTS
રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ
રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ […]
રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને […]
તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન
હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી […]
તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 6) : વિવૃત્ત-સંવૃતનો તત્ત્વભેદ સમજવા જેવો છે
ઉચ્ચારણમાં જે સ્વર ઓછો સમય લે તે લઘુ અને જે વધુ સમય લે તે ગુરુ એવી સાદી સમજ છે જે સ્વર બે માત્રા કરતાં વધુ અથવા બે સ્વરોના જોડાણથી આવે એને પ્લુત કહેવાય છે; પ્લુતનું કાલમાન ગુરુ સ્વરની તુલનાએ વધુ હોય છે સંસ્કૃતમાં ઉચ્ચારતા ‘ૠ’ ‘ૡ’ ના સાચાં ઉચ્ચારણો આપણને આવડતાં નથી, પણ નવા પ્રવેશેલા […]
અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન
હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમરંગી […]
મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે
અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ […]
પહેલી ધારની વાત: હે કહેવાતા લોકસાહિત્યકારો ! મુજરા ન કરો ! નાચવા-ગાવા વાળીઓ પણ તમારા કરતાં પવિત્ર હોય છે
આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા […]
ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળાના સંસ્કૃત શિક્ષિકા ડો. રંજન જોષી નેશનલ કક્ષાએ ભાગ લેશે
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગૌરવશાળી શાળા એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક ડો. રંજનબેન જોષીએ સર્વ શિક્ષા અભિયાન અને એન.સી.ઈ.આર.ટી. આયોજિત ‘સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા નેશનલ કક્ષાએ દિલ્હી ભાગ લેવા […]
કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો
નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હરેશ જોષી, કેનેડાકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કેનેડામાં […]
