Saturday July 26, 2025

લોકભારતી સણોસરાનાં વિશાલ ભાદાણીનું સન્માન

મૂકેશ પંડિત, સણોસરા : મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫ લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં સણોસરાનાં ઉપકુલપતિ વિશાલ ભાદાણીનું શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન થયું. સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરમાં વડા નિરંજન પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ‘સંધાન ૨૦૨૫’ યોજાયેલ. અહીંયા ૧૨ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર તથા પ્રેરક વકતાં વિશાલ ભાદાણી સન્માનિત થયેલ છે.

લોંગડીની જનકપુરી વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી

હરેશ જોષી, લોંગડી ગુજરાત સાહિત્ય પરિષદ અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સહયોગથી જનકપુરી વિદ્યાલય લોંગડી માં માતૃભાષા દિવસ ઉજવાયેલ. જેમાં કવિ વિજય રાજ્યગુરુ,ડો.પ્રણવ ઠાકર , રાજીવ ભટ્ટ દ્વારા કાવ્યવચન અને માતૃભાષા મહત્વ રજૂ થયેલ.પુસ્તક પ્રદર્શન પણ યોજાયેલ.શાળા ઇન્ચાર્જ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ.

પાલીતાણા: વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળાનો એક દિવસીય પ્રવાસ યોજાયો

હરેશ જોષી, પાલિતાણા વિઠ્ઠલ વાડી પ્રા શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં તળાજા બૌદ્ધ ગુફાઓ, ગોપનાથ મહાદેવ, ઉંચા કોટડા, ચામુંડા માતાજી, મહુવા ભવાની મંદિર, ભગુડા માંગલ માતાજી,બગદાણા ધામ જેવા સ્થળોની મુલાકાત લીધી.જેમા તમામ સ્થળોની ઐતિહાસિક મહત્વની સમજ શિક્ષક હરેશકુમાર પંડ્યા એ આપી હતી તથા શાળાના આચાર્ય વૈશાલીબેને વ્યવસ્થા સંભાળી હતી. શાળા નો આ શૈક્ષણિક પ્રવાસ […]

ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી […]

અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન મૂકેશ પંડિત, અમદાવાદ: સોમવાર તા.૨૪-૨-૨૯૨૫ અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં. શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં […]

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ

શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું પુરસ્કાર વિતરણ ઈશ્વરિયા સોમવાર તા.૨૪-૨-૨૦૨૫ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં લાગણીભર્યા પ્રતિભાવો પ્રસ્તુત થયાં. શાળા […]

સોનપરી પ્રા.શાળા 2 ખાતે માતૃભાષા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

હરેશ જોષી, સોનપરી પાલીતાણા નજીકના સોનપરી ગામની પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષાના મહત્વ વિશે બાળકોએ આ દિવસે વિશેષ જાણકારી મેળવી હતી.હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક અને ભાષાવિદ કુમારભાઈ ઉપાધ્યાય દ્વારા માતૃભાષાના મહત્વની ,તેની જરૂરિયાત ,ગુજરાતી ભાષાનો ઉદભવ ,માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ અને તેના ઇતિહાસ અંગે બાળકોને તેમની સરળ ભાષામાં સમજૂતી આપી હતી .બાળકો […]

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા […]

સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળકયાં

સમાચાર તસવીર : મૂકેશ પંડિત ઈશ્વરિયા શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ ભાવનગરની વિકાસ વર્તુળ સંસ્થા દ્વારા લેવાયેલ સામાન્ય જ્ઞાન ( જી.કે.- આઈ. ક્યુ ) પરીક્ષામાં લોકકલ્યાણ વિદ્યાલય માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. સંસ્થામાં લેવાયેલ આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલ છે. નિયામક શ્રી પાતુભાઈ આહિર, આચાર્ય નિર્મળભાઈ પરમાર અને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ છે.

Back to Top