જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ મધ્યપ્રદેશના ઉજજૈનના નિવાસી અને હાલમાં કર્ણાટક રાજયના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું અને શ્રીજીની પાદૂકાનું પૂજન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મીડીયા સાથેની વાતચીતમાં ગેહલોતે જણાવ્યું હતું કે તેઓ અગાઉ બે વખત દ્વારકાધીશના દર્શન કરી ચૂકયા છે અને […]
Category: SOCIAL
પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના સભ્યોની મુલાકાતે કાંધલ જાડેજા
રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી મિત્રોને મળવા પહોંચેલા ધારાસભ્ય કાંધલ જાડેજા પોરબંદરસમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ ૨ણનીતીઓ ખોટી પાડીને અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો ૨હેલો હોય ત્યારે માત્ર રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ રહેલ છે. અને ભાજપ ના વિજય ૨થને પોતાની આગવી સુઝ, આવડત અને રાજકીય ચોકઠા ગોઠવવાની કાબેલીયત ના જોરે […]
બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા
– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન […]
રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ
રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ […]
ખંભાળિયામાં સુફી સંત પૂજ્ય શંકર ડાડાની પુણ્યતિથિની થશે ભાવભરી ઉજવણી
– મંગળવારે રક્તદાન કેમ્પ, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ જાણીતા સૂફી સંત પૂજ્ય શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આગામી મંગળવાર તારીખ 25 મી ના રોજ અત્રે […]
રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના જ્વલંત વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગઈકાલે મંગળવારે યોજાયેલી મતગણતરીમાં સમગ્ર ગુજરાતમાં કેસરિયો છવાયો છે અને ભાજપને નોંધપાત્ર સીટો સાથેની અનેરી સિદ્ધિ સાંપળી છે. ભાજપના આ ભવ્ય વિજયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ભાણવડ તેમજ જુવાનપુર (તાલુકા પંચાયત)માં મળેલી નોંધપાત્ર બેઠકો સાથેની સિદ્ધિને દેવભૂમિ દ્વારકા […]
દ્વારકા, ભાણવડમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય જનતા સાથે કાર્યકરોને અપાયો: સલાયામાં કોંગ્રેસના જનમત ઘટાડો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય […]
તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન
હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી […]
ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો
જામ ખંભાળિયા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે […]
