Tuesday September 09, 2025

કુંઢેલી પ્રાથમિક શાળાના બાળકોએ તળાજાના વિવિધ સ્થળોની મુલાકાત લઇ માહિતી મેળવી

પ્રિ વોકેશનલ અને બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ પ્રવાસ માણ્યો Haresh Joshi, Kundheli તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. ધો 6 થી 8 ના બહેનો અને ભાઈઓએ બેગલેસ ડે તેમજ પ્રિ વોકેશનલ કાર્યક્રમ હેઠળ એક્સપ્લોજર મુલાકાત લઇ માહિતી મેળવી હતી.તળાજા શહેરના આ પ્રવાસમાં ન્યાય મંદિર, મામલતદાર કચેરી, pgvcl કચેરી, પોલીસ […]

ખંભાળિયાની નાલંદા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તેમજ વિદાય સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫        ખંભાળિયામાં આવેલી નાલંદા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ અન્ય પ્રસંગ અનેક કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત વિષયને અનુરૂપ વક્તવ્ય પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ સુંદર શૈક્ષણિક નાટ્યકૃતિઓ પણ રજૂ કરી હતી. […]

ખંભાળિયા કબર વિસોત્રી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી વિદાય સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકોએ હોંશભેર જોડાઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓને ઉતરોતર […]

હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, […]

ખડસલિયા શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓને રો હાઉસ આપવામાં આવ્યા

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . હરેશ જોષી, ખડસલિયાસાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી […]

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા “ફોરમ શિક્ષક એવોર્ડ” જાહેર

આગામી સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેવડિયા ખાતે અર્પણ થશે હરેશ જોષી, ભાવનગરગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે અને વિશેષ કરીને શિક્ષકોના કાર્ય અને વૈચારિક સમૃદ્ધિના પોષણ અર્થે મંચ એટલે કે ફોરમ નામથી આ એવોર્ડ અર્પણ થઈ રહ્યા છે.સને 2022 થી પ્રારંભ થયેલો આ પવિત્રપથ ચોથા મણકાના પડાવ સુધી […]

સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળકયાં

સમાચાર તસવીર : મૂકેશ પંડિત ઈશ્વરિયા શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ ભાવનગરની વિકાસ વર્તુળ સંસ્થા દ્વારા લેવાયેલ સામાન્ય જ્ઞાન ( જી.કે.- આઈ. ક્યુ ) પરીક્ષામાં લોકકલ્યાણ વિદ્યાલય માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. સંસ્થામાં લેવાયેલ આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલ છે. નિયામક શ્રી પાતુભાઈ આહિર, આચાર્ય નિર્મળભાઈ પરમાર અને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ છે.

નવી જાણકારી મેળવવા સાથે પ્રવાસનો આનંદ માણતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો

હરેશ જોષી, શેત્રુંજી ડેમપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્યશ્રી બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં તળાજાની બોધ્ધ ગુફાઓ અંગે અલ્પાબેન ડોડિયા અને ચંદ્રેશભાઇ દ્વારા બાળકોને સુંદર માહિતી આપવામાં આવી હતી જ્યારે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત સમયે પ્રદીપભાઈ જાની અને તુષારભાઇ ગોસ્વામી દ્વારા સમજણ આપવામાં […]

ખંભાળિયાની વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માહિતગાર કરાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫       ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું […]

Back to Top