Headlines

રાજકોટ ડિવિઝનમાં બ્લોકને કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે

ભાવનગર રાજકોટ ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી આ સેક્શનમાં રેલ ટ્રાફિકને અસર થશે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19.02.2025 થી 02.03.2025 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન…

Read More

સલાયામાં આપનું ઝાડું ફરી વળ્યું: પ્રથમ વખત મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યું 

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામની નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે ભાજપનું અને એ.આઈ.એમ.આઈ.એમ.નું પણ ખાતું પણ ખૂલ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાના વોર્ડ નંબર એકને ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં હિન્દુ વિસ્તાર વધારે છે…

Read More

ભાણવડના ત્રિવેણી નદી કાંઠાના વાડી વિસ્તારમાં ચડી આવ્યો બાળ મગર : એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         ભાણવડના ત્રિવેણી નદી કાંઠે રાણપરડા પાટિયા નજીક એક વાડીમાં રાત્રીના સમયે એક મગરનું ત્રણ ફૂટ જેટલું નાનું બચ્ચું આવી જતા તે જોઈ વાડી માલિક ખૂબ અચંબિત થઈ ગયા હોય. આ પછી તેઓએ ભાણવડના પશુ સંરક્ષક અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તુરંત સ્થળ પર એનિમલ લવર્સના રેસક્યુઅર અને વન…

Read More

રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને…

Read More

કેશોદ ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બિલાડીને એનિમલ કેર સંસ્થાએ જીવતદાન આપ્યું

કૂવામાં સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા પશુ સેવા સંસ્થાને કરવામાં આવી હતી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે 90 ફૂટ ઊંડા એક કૂવામાં છેલ્લા સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી અને અસરકારકતાપૂર્વક…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

Crime Report જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના જ્વલંત વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫       સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગઈકાલે મંગળવારે યોજાયેલી મતગણતરીમાં સમગ્ર ગુજરાતમાં કેસરિયો છવાયો છે અને ભાજપને નોંધપાત્ર સીટો સાથેની અનેરી સિદ્ધિ સાંપળી છે. ભાજપના આ ભવ્ય વિજયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ભાણવડ તેમજ જુવાનપુર (તાલુકા પંચાયત)માં મળેલી નોંધપાત્ર બેઠકો સાથેની સિદ્ધિને દેવભૂમિ દ્વારકા…

Read More

દ્વારકા, ભાણવડમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય જનતા સાથે કાર્યકરોને અપાયો: સલાયામાં કોંગ્રેસના જનમત ઘટાડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય…

Read More

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી…

Read More