Sunday July 27, 2025

“રોટલી કેમ કાચી છે” કહીને પતિએ લોખંડનો સળીયો ફટકાર્યો: સઈ દેવળીયા ગામનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫        ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના 25 વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ “રોટલી કેમ કાચી છે?” તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી.         આટલું […]

દ્વારકામાં મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫         દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ ધરાવતા મધ્યમ બંધાના અને ઘઉં વર્ણા આ યુવાનના ડાબા હાથની પર “રાજા મેલડી” તેમજ કાંડા ઉપર અંગ્રેજીમાં “DAD” ટેટુથી ત્રેફાવેલું છે.   […]

ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં “ગોલ્ડ મેડલ” જીત્યો

શંભુ સિંહ, ભાવનગર દિવ્યાંગજનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડા, નડિયાદ ખાતે 11મી એપ્રિલ, 2025 થી 14મી એપ્રિલ, 2025 દરમિયાન દિવ્યાંગજનો માટે રાજ્ય કક્ષાના વિશેષ રમત-ગમત મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પેરા સિટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ભાવનગરના દિવ્યાંગ સારથી ચેરીટેબલ ટ્રસ્ટની “વોરિયર્સ ટીમ” એ ગુજરાતના વિવિધ જિલ્લાઓની ટીમોને હરાવી પ્રથમ સ્થાન […]

ખંભાળિયાના અકિલાના પત્રકાર કૌશલભાઈ સવજીયાણીના પિતાનું અવસાન

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ લવજી સવજીયાણીના પુત્ર પ્રવીણભાઈ મથુરાદાસ સવજીયાણી (નિવૃત આચાર્ય, ઉ.વ 72) તે રમેશભાઈ, જયેશભાઈ, હસુભાઈ, અ.સૌ સાધનાબેન ગીરીશકુમાર કક્કડ (જામનગર), અ.સૌ શીતલબેન દિલીપકુમાર સમાણી (ભાટિયા)ના મોટાભાઈ તેમજ કૌશલભાઈ સવજીયાણી (પત્રકાર, અકિલા) અને અભિષેકભાઈના પિતાશ્રી તથા સ્વ. મથુરાદાસ નરસીદાસ મોટાણીના જમાઈ સોમવાર તા. 14-04-2025 ના રોજ શ્રીજી ચરણ પામ્યા […]

ખંભાળિયાની મિલન રેસ્ટોરન્ટમાં આગ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫          ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો નથી.       આગની આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગત મુજબ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જાણીતી મિલન રેસ્ટોરન્ટના ગેઈટમાં ગત મોડી રાત્રિના […]

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદીર દ્રારા બગસરા માં ત્રણ છાસ વિતરણ કેન્દ્ર શરૂ

મૂકેશ પંડિત, બગસરા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદીર દ્રારા બગસરા માં ત્રણ છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમી માં જરૂરીયાત મંદ પરીવારો ની આંતરડી ઠારવા માટે નો આ સેવા યજ્ઞ નિયમિત ચાલી રહયો છે. બાળ મંદિર કેમ્પસમાં દમયંતી બેન ડાભી હુડકો બગસરામાં જયેશભાઇ ત્રીવેદી, સરાણિયા વિસ્તાર અટલજી પાર્ક […]

ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.          આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ […]

દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે યાદી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો […]

ભાવનગરમાં કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યો સાથે ઉજવાયી અનુમાન જયંતિ

રાજભા ગોહિલ, ભાવનગર હનુમાન જયંતી અને શનિવારના શુભ દિવસે શ્રી સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, તળાજા રોડ ભાવનગર ખાતે 125 થી વધુ નાના નાના બાળકો માટે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું તેમજ એક વિશિષ્ટ સન્માન સમારંભ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો , જેમાં એસ ટી રાજનનું નાના નાના બાળકો તથા સ્વપ્નેશ્વર […]

Back to Top