Tuesday July 29, 2025

અવસાન નોંધ: જામ ખંભાળિયા,

જામ ખંભાળિયા: અહીંના શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી સારસ્વત બ્રાહ્મણ શૈલેષભાઈ મનહરલાલ સેવક (બલભદ્ર) ના ધર્મ પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ સેવક (બલભદ્ર) તે હિરેનભાઈ, હેમાંશુભાઈ તથા શર્મિષ્ઠાબેનના માતુશ્રી તેમજ કિશોરભાઈ, રાજેશભાઈ અને હેમેન્દ્રભાઈના ભાભી તથા સ્વ. ઈન્દ્રજીતભાઈ ત્રિકમરાય રતેશ્વર, શૈલેશભાઈ ટી. રતેશ્વર અને સંધ્યાબેન ડી. ભટ્ટના નાનાબહેન તા. 14 ને ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા […]

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫          વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ […]

ખંભાળિયાના ડો. સોમાત ચેતરિયાએ 7 સમિટ્સ પૂર્ણ કર્યા:

– 7 સમિટ્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૫-૨૦૨૫        ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડો. સોમાત ચેતરિયાએ સપ્ટેમ્બર 2021 માં માઉન્ટ મનાસલું (જે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી ઊંચો પર્વત છે) સમિટ કરીને અત્યંત ઊંચા પર્વતારોહણની શરૂઆત કરી હતી. બાદમાં મે 2022 માં તેમણે માઉન્ટ એવરેસ્ટ (દુનિયાનો […]

વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રેલી,વક્તવ્ય, અને ચિત્ર સ્પર્ધા સહિત ના કાર્યક્રમો યોજાયા

ભાવનગર આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધાનો સમાવેશ છે. આ સ્પર્ધામાં ભાવનગર શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કિડની આરોગ્ય અને કિડની રોગ નિવારણ અંગેના સંદેશાઓને પોતાના ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતાઆ ઉપરાંત, કિડની જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી […]

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો […]

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને […]

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ […]

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના […]

કલ્યાણપુરના હાબરડી ગામે અપરણિત યુવાનની ઘાતકી હત્યા: સગા ભાઇની ધરપકડ

– નાનાભાઈ સાથે થતી તકરારથી કંટાળીને મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું… –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી […]

ભાવનગરમાં આજે કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયાના હસ્તે “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન

હરેશ પરમાર, ભાવનગર ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લિ. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભાવનગર શહેર ખાતે આયોજીત “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં તથા ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક, પુરવઠા અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી […]

Back to Top