Sunday July 27, 2025

સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા: કેન્દ્રીય અંદાજપત્રમાં હાલારના આઠ રેલવે સ્ટેશનનો અમૃત ભારત હેઠળ કરાશે વિકાસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫       દેશના નાણામંત્રી દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં રૂપિયા 6303 કરોડના ખર્ચે દેશના 87 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના આઠ રેલવે સ્ટેશનનો પણ આ કરોડોની યોજનામાં સમાવેશ થયો છે. ત્યારે હાલારના સાંસદ […]

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ […]

પહેલી ધારની વાત: હે કહેવાતા લોકસાહિત્યકારો ! મુજરા ન કરો ! નાચવા-ગાવા વાળીઓ પણ તમારા કરતાં પવિત્ર હોય છે

આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા […]

ખડસલિયામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયેલ માતૃશક્તિ સંવાદ મિલન

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓના પરિણામ સુધારણા માટે આચાર્ય વંદનાબેન ગોસ્વામીએ વિચાર્યું કે વાલી મીટીંગ તો બધા કરે છે ,પણ આપણે આ વખતે અનોખી વાલી મિટીંગ કરવી છે જેમાં વાલીમાં વિદ્યાર્થીઓના માતા જ મિટિંગમાં ફરજિયાત હાજર રહે કારણ કે ગુજરાતીમાં કહ્યું છે તેમ એક […]

શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ભાવનગર ભાવનગરમાં તારીખ ૦૫-૦૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે કુંભારવાડા, બાનુબેનની વાડી, શેરી નં- ૫ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ […]

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના […]

નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં સૌથી વધુ 17 મેડલ મેળવતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો: શાળાના આચાર્ય બી. એ.વાળાએ પણ 3 મેડલ મેળવ્યા

હરેશ જોષી, પાલીતાણાપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શેત્રુંજી નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ,ભાવનગર ખાતે બે દિવસ સુધી યોજાયેલ જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ નવ ગોલ્ડ મેડલ અને પાંચ સિલ્વર મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. […]

ભાવનગર ખાતે રક્તપિત કોલોનીમાં ધાબળા વિતરણ કરતા રામકૃષ્ણ શાસ્ત્રી

હરેશ જોષી, ભાવનગર ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ મહાત્મા ગાંધી કોલોની ખાતે લોકસાધુ પૂ. રામકૃષ્ણ શાસ્ત્રી કૂંઢેલીવાળા હસ્તે પીડિતોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.આછવણી સ્થિત ઓમકારેશ્વર મહાદેવના ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા દ્વારા દાન આપવામાં આવ્યું હતું.આ સેવા કાર્યમાં પાર્થભાઈ જોશી, કાર્યકર રમેશભાઈ સોની વગેરે સાથે રહ્યા હતા.

બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના વિદ્યાર્થીની ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં ગૌરવપૂર્ણ જીત

હરેશ જોષી, બગદાણા મહુવા ખાતે “ખેલ મહાકુંભ 3.0” અંતર્ગત યોજાયેલી ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના ધોરણ પાંચના પ્રતિભાશાળી વિદ્યાર્થી જસ હાર્દિકભાઈ મહેતાએ પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું તથા સમગ્ર બગદાણા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા મહુવા ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના અનેક ચેસ ખેલાડીઓએ […]

નડિયાદ: સંતરામ મંદિર ખાતે રામકથાનો શુભારંભ

ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય બાપુ દ્વારા આ છઠ્ઠી રામકથા યોજાઈ રહી છે. એમણે અનેક જાણીતા સંતો મહંતો ગાદીપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં માનસ યોગીરાજ વિષય હેઠળ રામકથાનો પ્રારંભ કરાવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to Top