Sunday July 27, 2025

કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો

નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હરેશ જોષી, કેનેડાકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કેનેડામાં […]

જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સાત મેડલ મેળવતી કેજીબીવી શેત્રુંજી ડેમની બહેનો

હરેશ જોષી, પાલિતાણાપાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ મુકામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બહેનોએ મહુવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા સાત મેડલ મેળવ્યા છે જેમાં અંડર -૧૭ માં સોલંકી તન્વીબેન કવાડ રીંગ ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર બંનેમાં પ્રથમ નંબર મેળવેલ છે અને રાઠોડ પાયલબેન ક્વાડ રીંગ ૧૦૦૦ મીટર અને ૫૦૦ મીટર […]

નડિયાદ ખાતે આરંભાશે પૂજ્ય મોરારીબાપુની રામકથા

હરેશ જોષી, નડિયાદ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે […]

હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન(19272)ના સંચાલનના સમયમાં આંશિક ફેરફાર

ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે, પશ્ચિમ રેલ્વેએ 5 ફેબ્રુઆરી, 2025 થી ભાવનગર ડિવિઝન થઇને ચાલતી હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19272)ના આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 5 ફેબ્રુઆરી, 2025થી ભાવનગર ડિવિઝન થઈને દોડતી ઉપરોક્ત ટ્રેનના બદલાયેલા સમયનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે: 05.02.2025 થી, […]

ભાવનગરમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણી અનવ્યે શહેર ભાજપ કાર્યાલય ખાતે અગત્યની બેઠક મળી.

ભાવનગર તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ અને બુધવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની વડવા- બ વોર્ડની ચૂંટણી અન્વયે અગત્યની બેઠક મળેલ, જેમાં શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઇ બારડ, ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી વનરાજસિંહ ગોહિલ તેમજ બાડાના પૂર્વ ચેરમેન અને પૂર્વ શહેર અધ્યક્ષ અને વરિષ્ટ આગેવાન શ્રી અમોહભાઈ શાહ સહિતના વક્તાઓએ લોકસંપર્ક, યુવા […]

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે ભાવનગર મંડળ કચેરીમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

ઓશન બારૈયા, ભાવનગર ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ, ભાવનગર ડિવિઝન દ્વારા 29/01/2025 ના રોજ ‘ભારતીય રેલ્વેમાં વિદ્યુતીકરણ’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય – ભાવનગરના વિદ્યાર્થીઓએ સક્રિયપણે આ સ્પર્ધામાં ભાગ લિધો હતો.ભારતીય રેલ્વે 3જી ફેબ્રુઆરી 2025 ના રોજ ઇલેક્ટ્રિક ટ્રેક્શનના 100 […]

કુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગઈકાલે રાત્રે મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલી બેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે […]

ભાવનગરમાં હીટ એન્ડ રન: માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક મહિલાનું મોત

અજય શેઠ, ભાવનગર આજે સવારે 8:30 આસપાસ બેફામ ટ્રક ચાલકે ચિત્રા પાસેના માર્કેટિંગ યાર્ડ ની બરાબર સામે પોતાની સાઇડમાં જઈ રહેલ એકટીવા ચાલક ધર્મેન્દ્ર ભીમજીભાઇ મોજીદ્વા ને પાછળના ભાગેથી હડફેટે લેતા પાછળ બેઠેલા તેમના પત્ની પ્રફુલાબેન ધર્મેન્દ્રભાઈ મોજીદરા ઉંમર વર્ષ 54 નું પાછલા વિલમાં આવી જતા ઘટના સ્થળે અવસાન થયેલ છે તેમને અને તેમના પતિ […]

રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં પ્રભાતફેરી નીકળી

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં 29.01.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેની સફળતામાં સહયોગ આપ્યો હતો. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે […]

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંગમક્ષેત્ર […]

Back to Top