જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ ખંભાળિયાની જૂની અને જાણીતી પેઢી ઠા. રણછોડદાસ કેશવજી હિંડોચા વારા સેવાભાવી એવા સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચાના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભારતીબેનના પુત્ર યશ તેમજ તેમની પુત્રી શિવાનીએ તાજેતરમાં લેવાયેલ એમ.બી.બી.એસ. તથા બી.એચ.એમ.એસ.ની પરીક્ષા રાજસ્થાનની અમેરિકન મેડીકલ કોલેજમાંથી અને બરોડાની મહાલક્ષ્મી મહિલા કોલેજમાંથી પ્રથમ પ્રયાસે અને ખૂબ સારી ટકાવારી સાથે […]
Category: JAMNAGAR
ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9 […]
ખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા નજીક પોરબંદર માર્ગ પર આવેલા પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી બાલનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી યોજાનારા આ પાઠના ધાર્મિક આયોજનમાં સહભાગી થવા સર્વે હનુમાન ભક્તોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો […]
ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રીનો આજે હેપી બર્થ ડે
જામ ખંભાળિયા તા. ૧૨-૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર તેમજ શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રી નવ્યાનો આજે પાંચમો હેપી બર્થ ડે છે. તારીખ 12-04-2020 ના રોજ જન્મેલી ચિ. નવ્યા તેના પપ્પા પાર્થ તન્ના (બન્ના ભાઈ) અને મમ્મીની લાડલી ઢીંગલી છે. નવ્યાને તેના મોટા પપ્પા શ્યામભાઈ તેમજ […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા: સ્વ. લવજીભાઈ નાનાણીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 80) તે રમેશભાઈ નાનજીભાઈ અને મનસુખભાઈના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા 12 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે ખામનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું
– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન […]
કલ્યાણપુર પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પૂર્વે કોઈ શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ તેણીના પરિવારજનો દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના […]
ખંભાળિયાના આરાધના ધામમાં મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય કાર્યક્રમ
– આંગી દર્શન તથા સમૂહ નવકાર જપના આયોજનો સંપન્ન – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા સુવિખ્યાત યાત્રાધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે ગઈકાલે ગુરુવારે મહાવીર જયંતિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પુ. શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશિષ તથા પ.પુ.આ. […]
ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ડાંગરવડના તરુણનું અપમૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો પુત્ર ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવવાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા ચનાભાઈ અજાભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનનો 14 વર્ષે પુત્ર ધવલ […]
ખંભાળિયાના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ પાબારીના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ સેવા કાર્યો
– 98 વર્ષના રઘુવંશી વડીલે કર્યા છે અનેકવિધ અનુદાન – જામ ખંભાળિયા, તા. ૧૧-૪-૨૦૨૫ ખંભાળિયાની જૂની પેઢીના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ વલ્લભદાસ પાબારી કે જેઓ સમાજ માટે કંઈક કરી છૂટવાની ઉમદા ભાવના ધરાવે છે, તેઓ અત્યાર સુધી ખૂબ મોટી રકમના અનુદાન આપી ચૂક્યા છે. આવા વડીલ મુળજીભાઈ પાબારી આજે 97 […]
