Headlines

અબોલ જીવોની સેવા કાજે સમર્પિત ભાણવડના જીવદયા પ્રેમી અશોક ભટ્ટનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વતની અને અનન્ય જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટનો આજે તા. 1 ના રોજ જન્મદિવસ છે. વ્યવસાયે શિક્ષક હોવા છતાં તેમણે પોતાનું જીવન અબોલ જીવોની રક્ષા અને પરોપકારના કાર્યોમાં સમર્પિત કરી દીધું છે. તેઓ ભાણવડ તથા સમગ્ર પંથકમાં ગૌવંશ સહિતના તમામ અબોલ પશુ-પક્ષીઓની સારસંભાળ…

Read More

હંજડાપરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

જામ ખંભાળિયા, તા. ૦૧: ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે રહેતા ગોવિંદ ગગુભાઈ વરવારીયા નામના 25 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 31,200 ની કિંમતની વિદેશી દારૂની 24 બોટલ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 36,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે ભાણવડ તાલુકાના સણખલા ગામના રાહુલ કરમુરનું નામ જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા…

Read More

વાડીનારના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ દત્તાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા     ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના પીઢ પત્રકાર જગદીશભાઈ દત્તાણીનો આજે જન્મદિવસ છે. તા. 01-06-1956 ના દિને જન્મેલા જગદીશભાઈ આજે 70 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. હાલ તેઓ વાડીનાર પંથકના વરિષ્ઠ પત્રકાર સાથે વડીનાર- સિંગચ લોહાણા સમાજના ઉપપ્રમુખ અને વાડીનાર ગૌસેવા સમિતિના પ્રમુખ પણ છે. સામાજિક તેમજ ધાર્મિક કાર્યોમાં…

Read More

દ્વારકા શારદાપીઠમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું આગમન

– ભક્તોને દર્શન માટે નિર્ધારિત સમય જાહેર – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬       પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભૂષિત સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું આજે સોમવારના રોજ સાંજે 5 વાગ્યે દ્વારકામાં શ્રી શારદાપીઠ, શ્રી શંકરાચાર્ય મઠ ખાતે શુભ આગમન થનાર છે.    શારદાપીઠ પરિવાર દ્વારા પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીના આગમનને…

Read More

દ્વારકાના અરબી સમુદ્રમાં જોરદાર કરંટ: વિકરાળ મોજા ઉછળ્યા 

– પવનની ગતિ વધતા દરિયામાં તેજ પ્રવાહ જોવા મળ્યો – જામ ખંભાળિયા, તા. ૩૦: દ્વારકાના અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક કલાકોથી સામાન્ય દિવસોની સરખામણીએ દરિયાઈ પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના અનુસંધાને પવનની ગતિમાં વધારો નોંધાતા દરિયામાં તેજ પ્રવાહ (કરંટ) સર્જાયો છે. તેના પરિણામે દરિયાકાંઠા વિસ્તારમાં 8 થી 10 ફૂટ…

Read More

અધિક પૂર્ણિમાએ આવતીકાલે દ્વારકાધીશ મંદિરમાં દેવ દિવાળી પર્વની ઉજવણી કરાશે

– મંગળા આરતી સવારે પાંચ વાગ્યે યોજાશે – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬     ઉનાળુ વેકેશનની સાથે સાથે દ્વારકા યાત્રાધામમાં હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં યાત્રીકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજથી શરૂ થયેલ વીક-એન્ડ તથા આવતીકાલે અધિક પૂર્ણિમાના રોજ દેવ દિવાળી પર્વની ઉજવણી થનાર છે. આને અનુલક્ષીને ભાવિકોનો અભૂતપૂર્વ ઘસારો સ્વાભાવિક…

Read More

અવસાન નોંધ 

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. લાલજીભાઈ નથુભાઈ હિન્ડોચાના ધર્મપત્ની શાંતાબેન (ઉ.વ. 90) તે મુકેશભાઈ ભરતભાઈ તથા દીપકભાઈ આંગડિયા અને મધુબેન રમેશકુમાર પોપટ, આરતીબેન અનિલકુમાર ગોકાણી અને પ્રવિણાબેન સંજયકુમાર સોનૈયાના માતુશ્રી તથા વિશાલ, નિમેશ અને ભવ્યના દાદીમાં તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી સોમવાર તા. 1 ના…

Read More

ભાણવડમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરોની કાર્યશાળા યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર ભાજપ અને તાલુકા સંગઠન દ્વારા ભાણવડમાં આવેલી મહાજન પાંજરાપોળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ “વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ” ના સંકલ્પ સાકાર કર્યા છે. આ પ્રસંગે ભાણવડ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકરોની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.      …

Read More

ખંભાળિયામાં ચલણી સિક્કા તેમજ નાની ચલણી નોટોની વ્યાપક અછત

– ભારે હાલાકીમાં મુકાતા વેપારીઓ અને ગ્રાહકો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬        ખંભાળિયા સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રૂ. 5-10 ના સિક્કા તેમજ 10-20 ઉપરાંત 50 રૂપિયાની ચલણી નોટોની બજારમાં ખૂબ જ અછત પ્રવર્તી રહી છે. હાલની પરિસ્થિતિમાં રૂપિયા 10 અને 20 ની ચલણી નોટો ખૂબ જ જર્જરિત તેમજ ચીથડે હાલ ચલણમાં…

Read More

ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ત્રણ સ્થળોએ જુગાર અંગે પોલીસ કાર્યવાહીમાં 11 ઝબ્બે

 જામ ખંભાળિયા, તા. ૩૦: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામથી ભારા બેરાજા ગામ તરફ જતા રસ્તે એક પુલ નીચે બેસીને ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લખમણ જીણાભાઈ કેશરીયા, કમલેશ રણમલભાઈ ચાનપા, ડાવા નગશી અવસૂરા અને મંગા પરબત રૂડાચ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 12,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી…

Read More