Headlines

રાણાવાવના અમરદળ ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા: ૧૬ હજારથી વધુની રોકડ જપ્ત

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર ​ પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ રાણાવાવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, અમરદળ ગામે જાહેરમાં ‘તીનપત્તી’નો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ​ઘટનાની વિગત: રાણાવાવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી…

Read More

દ્વારકા આવેલા પદયાત્રી શ્રદ્ધાળુઓને ગઠિયાઓનો ભેટો: દાગીના, રોકડ રકમ સહિતની લૂંટ

– શેરડીના રસમાં નશાકારક પ્રવાહી પીવડાવી બેભાન કર્યા બાદ લૂંટ કરી – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬       જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ ગઠિયાઓએ તેઓને શેરડીના રસમાં કશુંક પીવડાવીને બેભાન કર્યા બાદ સોનાના ઠોરીયા…

Read More

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઇ, કમલાબાગ પોલીસે રોકડ રકમ સાથે ગુનો નોંધ્યો

​પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દારૂ-જુગારની બદી દૂર કરવા હાથ ધરાયેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફને મળી સફળતા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા…

Read More

રમતા રમતા ગરમ દાળમાં પડી ગયેલા માસુમ બાળકનું કરુણ મૃત્યુ: અરેરાટી : વાડ પ્રસંગે કલ્યાણપુરના રાણ ગામે બન્યો બનાવ

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે તેમના ઘરે ચાલી રહેલા રસોડામાં દાળના ગરમ ટોપમાં આ માસુમ બાળક ક્રિસ પડી ગયો હતો. જેના કારણે તે આખા શરીરને ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં…

Read More

ભાણવડ તાલુકા પેન્શનર મંડળ દ્વારા વડીલોનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ભાણવડ તાલુકા પટેલ સમાજવાડી ખાતે તાલુકા પેન્શનર મંડળનો વિશેષ અભિવાદન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવંગત પેન્શનરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વડીલોના સન્માનનો દૌર શરૂ કરાયો…

Read More

ખંભાળિયાના સતવારા વાડ ખાતે હોળી પર્વે પરંપરાગત ફાગનો કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સતવારા જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા વાડ ખાતે હોળીકા દહન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોળીકા તેમજ પ્રહલાદ એમ બંનેના પૂતળા રાખવામાં આવ્યા હતા. ગતરાત્રે 11:30 વાગ્યા બાદ હોલીકાનું દહન…

Read More

નવા રતનપર ગામમાં હોળીના પર્વ પૂર્વે ‘ઓપરેશન ક્લીન’: સરપંચે જેસીબી ફેરવી હોળી ટીંબાની સફાઈ કરાવતાં પૂર્વ સરપંચ નટુ જેરામનું દબાણ મળી આવ્યું : રાજકારણમાં ગરમાવો

પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની પ્રક્રિયાથી ગામમાં ખળભળાટ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જ્યાં હોળી પ્રાગટ્ય થાય છે તે ‘હોળી ટીંબા’ વિસ્તારમાં ગઈકાલે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા જેસીબીની મદદથી…

Read More

ભાવનગરના આનંદનગરમાં ગુંજ્યો સનાતન ધર્મનો નાદ: ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ સંપન્ન

​ડુંગરિયા હનુમાનજી મંદિરે સંતો અને હિન્દુ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત કરાઈ ​ભાવનગર, 2 ફેબ્રુઆરી 2026 ​ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગત ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ડુંગરિયા હનુમાનજી મંદિર ખાતે ‘હિન્દુ સંમેલન સમિતિ – આનંદનગર’ દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’માં ઉમટેલી જનમેદનીએ હિન્દુત્વ અને સનાતન…

Read More

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર – 62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડ વિસ્તારમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના…

Read More

ભાવનગર અને અલંગમાં રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સનો પ્રારંભ: તાલીમાર્થીઓને સ્ટાઈપન્ડ પણ મળશે

ધ ગ્રેટ વર્લ્ડ, અલંગ ​ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર અને સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીના સહયોગથી જિલ્લાના યુવાનો માટે રોજગારીલક્ષી સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. માનવ સેવાની સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા ૧૦ પાસ ઉમેદવારો માટે ભાવનગર અને અલંગ ખાતે વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ…

Read More