Saturday July 26, 2025

કલ્યાણપુરના હર્ષદ ખાતે મંદિર પરિસરના વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું 

– પ્રથમ ફેઝમાં રૂ. 8 કરોડથી વધુ રકમના ખર્ચે વિવિધ નિર્માણ કાર્યો કરાશે –  જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર”ના વિકાસ કામગીરીના ફેઝ- 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.        કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત […]

ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫        ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.       અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું […]

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17 ટકા કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક […]

હર્ષદપુરમાં ” મૂળુભાઇ બેરા ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ” : 60 હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ

– કેબિનેટ મંત્રી મુળુભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની કરી ઉજવણી – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના 60 મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો.           મંત્રી મુળુભાઈએ રવિવારે પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ […]

ભાણવડ તાલુકામાં 78 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું

– આંબરડી ખાતે રૂ. 24.50 લાખ, કાટકોલા ખાતે 26.60 લાખ, સણખલા ખાતે 27.50 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ –  જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫          ભાણવડ તાલુકાના આંબરડી ખાતે રૂ. 25.50 લાખ, કાટકોલા ખાતે રૂ. 26.50 લાખ તથા સણખલા ખાતે રૂ. 27.50 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય અને […]

૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડ

નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ ૨,૯૦૦ ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરવામાં આવશે અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ ૩,૧૮૯ ગ્રામ પંચાયત ઘર પૈકી, ૨,૯૩૯ નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ જે ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા સફાઇવેરાની વસુલાત કરે છે તેમને તેમની વસુલાત જેટલી વધારાની રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવાની જોગવાઈ ઇ-ગ્રામ […]

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા કાલથી બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શનિવાર તા. 22 અને તા. 23 ના રોજ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે.        તેઓ શનિવારે સવારે 10 વાગ્યે ભાણવડ તાલુકાના આંબરડી ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાટકોલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું […]

ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈના જન્મદિવસ નિમિત્તે સલાયામાં મંદિરે ધ્વજારોહણ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આગામી તારીખ 23 ના રોજ જન્મ દિવસ હોય, આ નિમિતે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે. […]

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના

– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫      (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને […]

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને […]

Back to Top