Headlines

યાત્રાધામ હર્ષદ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવલિંગની ચોરી અંગે પોલીસ તપાસનો ધમધમાટ

– ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની લેવાતી મદદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.     …

Read More

ખેડાના રઢુ ગામની ચકચારી ‘લુટેરી દુલ્હન’ ગેંગનો માસ્ટરમાઇન્ડ વિજય નિમાવત ઝડપાયો: પોલીસ રિમાન્ડની તૈયારી

​લગ્નના સપના બતાવી દીપકને ૨ લાખથી વધુના આર્થિક ખાડામાં ઉતારનાર આખી ટોળકીના મૂળ સુધી પહોંચવા ખેડા પોલીસની કવાયત તેજ ​ધ ગ્રેટ વર્લ્ડ, ખેડાગુજરાતમાં વધતા જતા સાયબર અને લગ્નના નામે ઠગાઈના કિસ્સાઓ વચ્ચે ખેડા જિલ્લાના રઢુ ગામની એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. એક નિર્દોષ યુવકને લગ્નનું સુવર્ણ સપનું બતાવી, તેને આર્થિક રીતે પાયમાલ કરીને રફુચક્કર…

Read More

પોરબંદરમાં આર્ટ ગેલેરીના સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય ચિત્રકલા શિબિરનો પ્રારંભ

​મુંબઈના કલાકાર અદ્વૈત નાદા વરેકર દ્વારા પોર્ટેઇટ પેઈન્ટિંગનું જીવંત નિદર્શન અને માર્ગદર્શન અપાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​કલા નગરી તરીકે ઓળખાતા પોરબંદરમાં ચિત્રકલાના ક્ષેત્રે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન અવિરત થતું રહે છે. આજે ૧૫મી મેના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના ૧૦મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની…

Read More

પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સપરિવાર મુલાકાત કરી

– મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શારદાપીઠ શિબિરની મુલાકાત – પ્રયાગરાજ        ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વારકા શારદાપીઠ શિબિરની મુલાકાત લીધી હતી. અને દ્વારકા શારદાપીઠાધિશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગરે નેશનલ લેવલે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ની કોન્ફરન્સમાં ભાગ લીધો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર દાયકાઓથી શિક્ષણ અને સંસ્કાર માટે પ્રખ્યાત એવી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે કૉલેજના પ્રિન્સીપાલ માટે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ એટલે કે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ (એ.આઈ.સી.પી.)ની ૨૮મી કોન્ફરન્સમાં ભાગ લીધેલ. આ કોન્ફરન્સ એચ. એ. કોલેજ ઓફ કોમર્સ એલિસબ્રિજ, અમદાવાદના નેજા…

Read More

ખંભાળિયામાં મારુતિ રામધૂન મંડળ દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬       ખંભાળિયામાં હનુમાનજી જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મારુતિ રામધૂન મંડળ દ્વારા બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી ઈન્દ્રજીતસિંહ પરમાર, જીગ્નેશભાઈ પરમાર, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, રેખાબેન ખેતિયા, ભીખુભા જેઠવા, અજુભાઈ ગાગીયા, બલુભાઈ ગઢવી, રાણાભાઈ ગઢવી, જયેશભાઈ કણજારીયા, મનીષભાઈ…

Read More

કુંઢેલી ગામે પ્રજાસત્તાક દિને માજી સૈનિકને હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ 76 માં પ્રજાસત્તાક દિને કુંઢેલી ગામના માજી સૈનિક ધર્મેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજ વંદન થયું હતું. સુરત સ્થિત શિક્ષણ પ્રેમી દાતા પટેલ છગનભાઈ ઓધાભાઈ ગોટી તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.સ્વ.વૈભવગીરી ગોસ્વામી ની યાદમાં મહેશગીરી દયાળગીરી ગોસ્વામી પરિવાર દ્વારા તમામ 211…

Read More

ગાંધીનગર સચિવાલયના સુરક્ષા કવચમાં ભંગાણ: ફરજ પર તૈનાત એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

The Great World: Gandhinagar ​અતિ સુરક્ષિત ગણાતા નવા સચિવાલય પરિસરમાં જવાનની આત્મહત્યાથી પોલીસ બેડામાં ભારે ચકચાર: ત્રણ મહિનાથી અહીં બજાવતા હતા ફરજ ​ગુજરાતના વહીવટી મથક અને અતિ સુરક્ષિત ગણાતા ગાંધીનગરના નવા સચિવાલય પરિસરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યના મહત્વના ભવનો અને વીઆઈપીઓની સુરક્ષા માટે જેમના પર ભરોસો મૂકવામાં આવે છે…

Read More

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. ડૉ. કિશોરસિંહ ચાવડાની નિમણૂક

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) માં લાંબા સમયથી ખાલી પડેલી કાયમી વાઇસ ચાન્સેલર (VC) ની જગ્યા પર આખરે રાજ્ય સરકાર દ્વારા નવી નિમણૂકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી જારી કરેલા આદેશ અનુસાર, જાણીતા શિક્ષણવિદ…

Read More