Headlines

નવી જાણકારી મેળવવા સાથે પ્રવાસનો આનંદ માણતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો

હરેશ જોષી, શેત્રુંજી ડેમપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્યશ્રી બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં તળાજાની બોધ્ધ ગુફાઓ અંગે અલ્પાબેન ડોડિયા અને ચંદ્રેશભાઇ દ્વારા બાળકોને સુંદર માહિતી આપવામાં આવી હતી જ્યારે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત સમયે પ્રદીપભાઈ જાની અને તુષારભાઇ ગોસ્વામી દ્વારા સમજણ આપવામાં…

Read More

ગિફ્ટ સિટી ગાંધીનગરમાં – ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટ અપ માટેના એક નવતર અભિગમનો પ્રારંભ : ગિફ્ટના ચેરમેન ડૉ. અઢિયા સહિત એકેડેમી પાર્ટનર્સની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના IT- ઇન્ડિયા ટુમોરોના વિઝનને ગિફ્ટ ફીન્ટેક એન્ડ ઇનોવેશન હબ સાકાર કરશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ ફિન્ટેક ઇનોવેશન હબ યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા…

Read More

કંચનપુરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં વૃદ્ધનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લવજીભાઈ ભારદીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના મકાને પડી જવાથી કે કોઈ પણ કારણોસર તેમને માથામાં ઇજાઓ થવા અથવા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ છોટુભાઈ લવજીભાઈ ભારદીયાએ અહીંની પોલીસને કરી છે.

Read More

દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો ડૂબ્યા

– સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક પાણીમાં કૂદીને ડૂબતા યુવાનોને બચાવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫          યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પણ કરતા હોય છે. પરંતુ ગોમતી નદી દરિયા સાથે સંકળાયેલ હોય, ગોમતી નદી અંદર દરિયાનો પાણીનો પ્રવાહ ખૂબ…

Read More

મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ

પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે વ્યક્ત કર્યો રાજીપો પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર…

Read More

“અંગ્રેજ કે જમાને કે જેલર” કોમેડી કિંગ અસરાનીની 84 વર્ષની ઉંમરે વિદાય”

The Great World, Mumbai હું અમદાવાદનો રીક્ષાવાળો” ગીતથી ગુજરાતી ફિલ્મોમાં અને “અંગ્રેજ કે જમાને કે જેલર”થી બોલીવુડમાં પોતાની આગવી ઓળખાણ બનાવનાર વરીષ્ઠ કલાકાર અસરાનીનું ૮૪ વર્ષ ની ઉંમરે અવસાન થયું છે.અસરાની, સુપ્રસિદ્ધ ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર, પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી સાથે હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી ગયા. 1 જાન્યુઆરી, 1941ના રોજ રાજસ્થાનના…

Read More

એસિડ પીને જીવન ટૂંકાવ્યું, કડછ ગામે યુવતીનું કરુણ મોત

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કડછ ગામે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. મીતી ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢના વતની ભોજાભાઈ ઓડેદરાના પત્ની દેવીબેન ઓડેદરા (ઉ.વ.૩૨) પોતાના માવતર કડછ ગામે આવેલ હતા, ત્યાં કોઈ અજ્ઞાત કારણોસર એસિડ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું…

Read More

રાણાવાવના મોકર ગામે 14 વર્ષની બાલિકાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ

કોઈ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ થતાં રાણાવાવ પીઆઇ એન. એન. તળાવિયાના તપાસ ચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના મોકર ગામના નવાપરા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સે એક 14 વર્ષની બાળાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ બાલિકાની માતાએ રાણાવાવ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

ખંભાળિયામાં પરિણીત યુવતી પર દુષ્કર્મ: આરોપી એસટી ડ્રાઇવર પુંજા રામાની ધરપકડ

પુંજા રામાએ પ્રેમના બહાને ગંદી રમત શરૂ કરી હતી પરંતુ યુવતી તાબે ન થતાં નોકરીમાંથી કઢાવી નાખવા સહિતની ધમકીઓ આપીને અપકૃત્ય કર્યું કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયામાં હાલ રહેતી અને અન્ય જિલ્લાની વતની એવી એક પરિણીત મહિલાને ખંભાળિયા એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા વ્યાપક રીતે પરેશાન કરી અને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ…

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો નવો રેકોર્ડ: ઉનાળુ વેકેશનમાં ભારે ધસારો

ધ ગ્રેટ વર્લ્ડ, કેવડિયા. ૨૫ મે ૨૦૨૬ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ચાલુ વર્ષના ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં જ દેશ અને વિદેશમાંથી આવેલા પ્રવાસીઓની સંખ્યાએ જૂના તમામ રેકોર્ડ…

Read More