Headlines

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન

હરેશ જોષી, કુંઢેલી શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રીનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું.રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા અને અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી ,જેમાં પાલીતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી બી.એ. વાળા નું સેક્ટર ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં…

Read More

ખંભાળિયાના હનુમાન મંદિરમાં યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે આજે ખંભાળિયામાં આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.           પવનસુત મહાબલિ હનુમાનજીની જન્મ જયંતીના આ મહાપર્વ નિમિત્તે ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અહીંના જોધપુર ગેઈટ પાસે…

Read More

દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદજીના પ્રયાસોથી ઝારખંડના 68 પરિવારના 200 લોકો મૂળ ધર્મમાં પાછા ફર્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫      દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી.               દ્વારકાના શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજના સાનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના…

Read More

પિતાની છત્ર છાયા ગુમાવનાર પુત્રએ મેળવ્યા 99.99 PR

ગુંદરણા ગામના મજુર પરિવારના યશભાઈએ ધોરણ 10 માં પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ ધ ગ્રેટ વર્લ્ડ, કુંઢેલીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં અભ્યાસ કરીને ગુંદરણા ગામના પિતાની સત્ર છાયા ગુમાવેલ અને મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારમાંથી ચૌહાણ યશ દિનેશભાઈએ 99.99 PR…

Read More

શિવરાજપુર બીચ પર નિર્ધારિત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ તથા ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

– શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ – જામ ખંભાળિયા, તા. ૨૬: દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા અને બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે મુજબ શિવરાજપુર બિચ પર બાથીંગ અને સ્વિમિંગ ઝોન તરીકે નક્કી કરાયેલ સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં…

Read More

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. ​આ ધાર્મિક ઉત્સવમાં…

Read More

Bhavnagar Health World : ડો.હેતલ લીંબાણી દ્વારા કમરના દુ:ખાવામાં કાપકુપ વિના રેડિયો ફ્રિકવન્સીથી ઓપરેશન કરાયું

ભાવનગરમાં સૌ પ્રથમઅત્યાધુનિક એબલેશન પદ્ધતિથી દર્દીની સારવાર કરાઇ : ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધિરૂપ ઘટના વિપુલ હિરાણી , ભાવનગર તા.૩ ભાવનગર ખાતે આવેલ ડો. હેતલ લીંબાણી ના ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે કમરના દુ:ખાવાના દર્દીનું સૌ પ્રથમ રેડિયો ફ્રિકવન્સી એબલેશન સારવાર પદ્ધતિથી સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. જે ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધીરૂપ…

Read More

કલ્યાણપુરના લાંબા વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

કલ્યાણપુર, તા. ૨૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાજભાઈ વારોતારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાંબા બંદર દરિયા કાંઠા વિસ્તારમાંથી જી.જે. 03 ડી.ડી. 6804 નંબરના એક ટ્રેક્ટરને અટકાવીને ચેકિંગ કરતા આ ટ્રેક્ટરની ટ્રોલીમાં દરિયાઈ…

Read More

ભોડદરમાં કિ.રૂ.૨,૭૫,૫૨૦/-ના મુદામાલ સાથે તીનપત્તી રમતા સાત સપડાયા, માણાવદરના સાકાલ સહિત ચાર ફરાર

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિસાગના ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા પીએસઆઇ આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગની ફરજ પર હતા તે દરમ્યાન રાણાવાવ એ.એસ.આઈ. બી.એલ.જાડેજાને…

Read More

પાકિસ્તાન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરો યથાવત રાખ્યા: ફુગાવાનો દર ૨૨ ટકાની આસપાસ રહેવાની આશંકા

​ધ ગ્રેટ વર્લ્ડ, કરાચી સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) ની મોનેટરી પોલિસી કમિટીએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વ્યાજ દરો (Policy Rate) માં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. બેંકના ગવર્નરે કરાચી ખાતે યોજાયેલી બેઠક બાદ જણાવ્યું કે, દેશમાં આર્થિક સ્થિરતા લાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)…

Read More