Sunday July 27, 2025

વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે “મહાશિવરાત્રિ મેળા” સ્પેશિયલ ટ્રેન: ટિકિટનું બુકિંગ શરૂ

શંભુ સિંહ, ભાવનગર જૂનાગઢમાં “મહાશિવરાત્રિ મેળા” દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા […]

ભાવનગરમાં જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિત્તે આનંદનગર ખાતે ધૂન ભજન, ભોજન પ્રસાદ ,રક્તદાન શિબિર અને આરોગ્ય તપાસ યોજાશે

ભાવનગર સમગ્ર વિશ્વ માં પૂ જલારામ બાપા ની 144 મી પુણ્ય તિથિ આગામી તા.23 ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ હોય જે નિમિતે ઠેર ઠેર પૂ.જલારામ બાપા ના જીવન મંત્ર સમાન ભજન ધૂન અને મહાપ્રસાદ નું આયોજન સાથે જનસેવા ના કાર્યો નું આયોજન કરવા માં આવેલ છે. ભાવનગર ખાતે જલારામ મંદિર આનંદનગર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો […]

જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ

ભાવનગર જીયુવીએનએલ (GEB) વિજિલન્સ ભાવનગર ખાતે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીખે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જે. ગોહિલ નો આજે શુભ જન્મ દિવસ છે. જીઇબી વિજિલન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ જસુભા ગોહિલ નો આજે ૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ૫૨ મો જન્મદિવસ છે. તેવો ભાવનગર રાજ્યના પૂર્વ લશ્કરી કમાન્ડર અને ભાવેણાનું […]

ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસ તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો

હરેશ જોષી, ટીમાણાતળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો જેમાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજન વિધિ કરેલ, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

પ્રયાગરાજ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું રહ્યું આકર્ષણ

સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ લેતાં ભાવિકો મૂકેશ પંડિત, પ્રયાગરાજ શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ પ્રયાગરાજમાં સનાતનપર્વ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું આકર્ષણ રહ્યું છે. સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. દર બાર વર્ષે અલગ અલગ ચાર સ્થાનો પર યોજાતાં કુંભમેળા અંતર્ગત આ વર્ષે તીર્થસ્થાન પ્રયાગરાજમાં યોજાયેલાં મહાકુંભમેળામાં કરોડો ભાવિકોએ […]

સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળકયાં

સમાચાર તસવીર : મૂકેશ પંડિત ઈશ્વરિયા શનિવાર તા.૨૨-૨-૨૦૨૫ ભાવનગરની વિકાસ વર્તુળ સંસ્થા દ્વારા લેવાયેલ સામાન્ય જ્ઞાન ( જી.કે.- આઈ. ક્યુ ) પરીક્ષામાં લોકકલ્યાણ વિદ્યાલય માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. સંસ્થામાં લેવાયેલ આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલ છે. નિયામક શ્રી પાતુભાઈ આહિર, આચાર્ય નિર્મળભાઈ પરમાર અને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ છે.

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ઉજવાયેલો માતૃભાષા મહોત્સવ

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં 21 ફેબ્રુઆરીએ ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય કવિ શ્રી ડો.વિનોદ જોશી, વરિષ્ઠા પત્રકાર શ્રી જયેશ દવેએ માતૃભાષા વિશે સુંદર વાત કરી હતી .ડૉ .વિનોદ જોશીએ કહ્યું હતું કે માતૃભાષા લયબદ્ધ રીતે વિકાસ પામતી ભાષા […]

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર

ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો………અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન […]

Back to Top