Sunday July 27, 2025

પુત્રની સગાઈ થતી ન હોવાથી કલ્યાણપુરના આધેડે જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫          કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         મૃતક રાજશીભાઈ lના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું […]

ભાણવડમાં એનિમલ લવર્સ દ્વારા ચકલીઘર અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫        ભાણવડ પંથકમાં છેલ્લા પંદરેક વર્ષોથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરમીની ઋતુમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવે છે.          હાલ ગરમી અને તડકા પડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે ગઈકાલે મંગળવારે ભાણવડમાં શિવ બળદ […]

ખંભાળિયા હાઈવે માર્ગ પર બાઈક સ્ટંટ કરતા બાર શખ્સો ઝડપાયા: વાહનો કબજે

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫       ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર બેફામ રીતે બાઇક ચલાવી, સ્ટંટ કરતા 12 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.         આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને આંતરિક રેસ […]

ખંભાળિયામાં ગુમ થયેલા તરુણ મૃતદેહ મળ્યો

– વાલ્મિકી સમાજના તરુણના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫       ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂ સંપમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા મચી જવા પામી છે.       આ અંગેની વિગત […]

ખંભાળિયા: મિશ્ર ઋતુના કારણે બાળકોમાં વધતી જતી વાયરલ બીમારી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫        ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી – ગરમીની મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેના કારણે વાઇરલ બીમારીના કેસો પણ વધી રહ્યા છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા આશરે એક પખવાડિયામાં 1100 જેટલા બાળ દર્દીઓ વાયરલ બીમારીના કારણે સામે આવ્યા છે. […]

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના

– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫      (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને […]

એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ, વશરામ ઘરે એકલો હતો, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને…

ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫          ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી વશરામ ઘરે એકલો હોય, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને અહીં […]

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે શિવ બળદ આશ્રમના સભ્યોની પ્રસંશનીય સેવા

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં લાખો પદયાત્રીઓ જોડાય છે અને સૌ યથા યોગ્ય સેવામાં સહભાગી થાય છે. ત્યારે ભાણવડ અબોલ જીવોની સેવા સાથે સંકળાયેલા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના યુવાનો દ્વારા સતત ત્રણ દિવસ સુધી પગપાળા જતા યાત્રીઓ જે દૂરથી ચાલીને આવતા હોય જેથી કોઈને પગ , […]

ફૂલફોલ ઉત્સવમાં સહભાગી થયેલા પદયાત્રીઓને આર.એસ.પી.એલ. કંપની દ્વારા નોંધપાત્ર સેવા

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫       કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે તાજેતરમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા ખાતે આવ્યા હતા. પદયાત્રાથી દ્વારકા પહોંચેલા સહિતના આ યાત્રાળુઓને સહાયભૂત થવાના ઉમદા આશયથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે આરએસપીએલ (ઘડી) કંપનીના 60 જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમે અવિરત રીતે દ્વારકા […]

દ્વારકાની ગોમતી નદીમાં યુવાન તણાયો: તરવૈયાની મદદથી થયો આબાદ બચાવ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫     દ્વારકાના અરબી સમુદ્ર સાથે જોડાયેલ ગોમતી નદીમાં શનિવારે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે એક યુવાન ગોમતી નદીમાં સ્નાન વખતે આંતરિક ઓટની પરિસ્થિતિથી અજાણ હોય, તે દરિયાના વહેણમાં ખેંચાવા લાગ્યો હતો. જેના કારણે તેમની સાથે રહેલ યુવાનોએ બુમાબુમ કરી મૂકી હતી.       આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક […]

Back to Top