શિક્ષણપ્રેમી દાતાની સખાવતથી શાળામાં ગેટ તેમજ પાણીનું પરબ તથા ગામમાં વિશાળ મુખ્ય ગેટ નિર્માણ પામશે હરેશ જોશી, કુંઢેલીતળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં નવા નિર્માણ થયેલ બિલ્ડિંગમાં મુખ્ય ગેટના દાતા ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી પરિવાર દ્વારા આજે શાળાના ગેઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.તેમજ કુરજીભાઈ મોહનભાઈ ગોટી તથા જયસુખભાઈ નથુભાઈ કાળાભાઈ ગોટી પરિવાર દ્વારા નવા સંકુલમાં […]
Tag: BHAVNAGAR
તરેડીના તળાવમાં તીરાડ, ત્રાડ અને તડાફડી: ધારાસભ્ય મોટા કે જીલ્લા પંચાયતનો લઘુ સિંચાઇ વિભાગનો અધિકારી મોટો? : ભરતસિંહ વાળા
મહુવાગુજરાતના સ્થાપના દિવસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ તરેડીથી વાલાવાવ રોડ પર આવેલ તળાવની સ્થળ પર મુલાકાત લીધી અને ભરતસિંહે આક્રોશ સાથે નીવેદન આપ્યુ. સરકારે તેના જમીન વિકાસ નિગમ દ્વારા તળાવ બનાવેલ તે તળાવનો પાળો ૨૦૨૩/૨૪ બે વર્ષથી વરસાદના પાણીથી તળાવનો પાળો તુટે છે તે સરકારનુ જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ રીપેરીંગ કરતું નથી. ભરતસિંહ વાળાએ […]
‘સ્વચ્છ ભારત મિશન’ પર પ્રેમ કંડોલિયા પીએચડી થયા
મૂકેશ પંડિત ભાવનગર તા. ૩૦/૦૪/૨૦૨૫ જીવદયા અને પર્યાવરણ બચાવ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા પ્રેરણા ફાઉન્ડેશનના સીઈઓ પ્રેમ કંડોલિયા ડોક્ટર બની ગયા છે. તેઓ એ ‘ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વચ્છ ભારત મિશન : અસરકારકતા અને નીતિ માળખાનું વિશ્લેષણ’ વિષય પર પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે. સીવીએમ યુનિવર્સીટી વલ્લભ વિદ્યાનગરથી ગાઈડ પ્રો. ડો. અર્ણવ અંજારીયાના […]
ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકઉત્સવ યોજાયો
બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા Haresh Joshi, Timana ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના બાળકોએ અભિનય ગીતો, નાટકો, યોગાસન, પિરામિડ વગેરે કૃતિઓ રજૂ કરી હતી. કૃતિઓમાં દેશભક્તિ,ધાર્મિક,કુંભ મેળો,મોબાઈલની આડઅસરો જેવા ભાવો રજૂ થયા.વિવિધ પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા સમકાવતા વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો […]
ભાવનગર શહેર ભાજપે પહેલગામ ખાતેના ક્રૂર અને અમાનવીય આતંકી હુમલાની નિંદા કરી
હરેશ પરમાર, ભાવનગર તા. ૨૨-૦૪-૨૦૨૫ ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓ પર હુમલો કરેલ. આ હુમલામાં ચોવીસ કરતા વધુ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓનો ભોગ લેવાયો છે, ત્યારે ભાવનગર શહેર ભાજપે મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આવા ક્રૂર અને અમાનવીય કૃત્યને વખોડી કાઢ્યું હતું, તેમજ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કોઈપણ […]
બ્લોકને કારણે 25મી એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ફરીથી બદલાયો
શંભુ સિંહ, ભાવનગર નોર્થ ઈસ્ટર્ન રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઈનમાં ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે, ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન (19269) ફરીથી ડાયવર્ટ કરાયેલા રૂટથી દોડશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ- 25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના […]
કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે સહાય
હરેશ જોષી, મહુવા જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત […]
પ્રત્યેક રવિવારે ભાવનગરથી હૈદરાબાદ માટે દોડી રહી છે ‘સમર સ્પેશિયલ ટ્રેન’ : ટિકિટ બુકિંગ શરૂ
શંભુ સિંહ, ભાવનગર મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છેઃટ્રેન નંબર 07062 ભાવનગર – હૈદરાબાદ વીકલી સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે […]
શ્રીનગરનું એક આકર્ષણ તુલીપ બાગ
Mukesh Pandit Lens મૂકેશ પંડિત, શ્રીનગર પહાડી, ખીણ અને ઝરણાઓ તથા બગીચાઓ માટે કાશ્મીર વિશ્વભરનું આકર્ષણ રહેલ છે. શ્રીનગરમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે, આમ છતાં પ્રવાસીઓ ભરપૂર રહેલાં છે. આ નગરનાં અનેક આકર્ષણમાં એક આકર્ષણ છે તુલીપ બાગ… તુલીપ એક ફૂલનો પ્રકાર છે. આ તુલીપ બાગ વર્ષમાં માત્ર પોણા માસ પૂરતો જ ખુલ્લો […]
