કુંજન રાડિયા, જામ ખંભાળિયા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે: My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી કે […]
Tag: GUJARAT
ભાવનગર સર ટી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને ટીમનું કાયાકલ્પ અંતર્ગત મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટના હસ્તે સન્માન
હેલ્થ રિપોર્ટર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર સાથે સંલગ્ન સર. ટી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત બાળ આરોગ્ય વિભાગ ના NICU /SNCU (નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર) ને હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ચિન્મય શાહ દ્વારા, મેટ્રન ઇન્દિરાબેન, નર્સિંગ સ્ટાફ મિતેશભાઈની હાજરીમાં – બાળઆરોગ્ય વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડો.મેહુલ ગોસાઈ, Nicu […]
પહેલી ધારની વાત @ નારન બારૈયા @ Peering : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…
પહેલી ધારની વાત – નારન બારૈયા સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ… સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય […]
પોલીસના સિક્કા: સિક્કા અને જામનગરમાં બાઇક તફડાવનાર સલાયાનો સાહિલ દેવભૂમિ પોલીસના હાથે ઝડપાયો
ખંભાળિયા નજીક ચોરીના મોટરસાયકલ સાથે સલાયાનો શખ્સ ઝડપાયો – અન્ય એક બાઈક ચોરીની પણ કબુલાત આપી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી […]
છોકરીને ભગાડવાના ગુનાનો પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલો મીઠાપુરના આરંભડાનો મહિપતભા ખંભાળિયામાં ઝડપાયો
– નાસ્તો કરતા આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા પોકસોના ગુનામાં ઝડપાયેલા અને ત્યાર બાદ સજા પામી જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા આરંભડાના શખ્સને એસ.ઓ.જી. પોલીસે લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: રાજુભાઈ રણછોડભાઈ સંચાણિયા (ઉ.વ. 67) તે મગનભાઈના નાનાભાઈ, સ્વ. રમેશભાઈના મોટાભાઈ તેમજ અમિતભાઈના પિતાશ્રી અને રવિના દાદા તથા અશ્વિનભાઈ ઓધવજીભાઈ નગેવાડીયા (જામનગર)ના બનેવી તારીખ 14 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું શુક્રવાર તારીખ 18 ના રોજ સાંજે 4 થી 5 અત્રે ગુર્જર સુતા જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે […]
ભોપાલકા ગામે વૃદ્ધની બોથડ પદાર્થ ફટકારીને હત્યા: પોલીસ ટીમ દોડી ગઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી […]
ભાવનગરમાં આંબેડકર જ્યંતી નિમિતે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન શિબિર અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સુમિત ઠક્કર, ભાવનગર કોઈપણ સમયે કોઈપણને રક્તની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે દાનનો મહિમા હોય છે. બાબા સાહેબ આંબેડકર ની જ્યંતી નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલમાં શહેરભરમાંથી લોકો બાબાની પ્રતિમાને અંજલિ આપવા આવે છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા બ્લડ કલેક્શન અને મેડિકલ વેન માં રક્તદાન શિબિર […]
દંત આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ બદલ ભાવનગરમાં ડો હરેશ્વરી હરિયાણીનું જેસીઆઈ દ્વારા સન્માન
ભાવનગર ભાવનગર જેસીઆઈ દ્વારા ડો.હરેશ્વરી મેહુલ ગોસાઈ (ડિરેક્ટર – સિટી ડેન્ટલ અને મેક્સિલોફેશિયલ હોસ્પિટલ) નું ડેન્ટલ આરોગ્ય ક્ષેત્રે ભાવનગર જિલ્લામાં જનજાગૃતિ માટે ના એમના વિશેષ યોગદાન માટે તેઓને જેસીઆઈ ચેરમેન ડો.બીનાબેન ખખ્ખર, બીનાબેન બારડ, મફત ભાઈ સોલંકી, રઘુભા વાઘેલા, ડો. અતુલ શાહ અને ટીમ દ્વારા આયોજિત સમારોહમાં તેણીને એવોર્ડ આપી ને વિશેષ સન્માન કરવામાં આવ્યું […]
ભડિયાદ ગામમાં ભાગવત કથામાં ઉત્સાહ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મ પ્રસંગ
સમાચાર યાદીવિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજન મૂકેશ પંડિત, ભડિયાદ ભડિયાદ ગામમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથામાં ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મ પ્રસંગ ઉજવાયો. શ્રી અંબાજી મંદિરમાં સ્વર્ગસ્થ શ્રી સુલેમાનભાઈ જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજનનો ભાવિક ગ્રામજનોને લાભ મળી રહ્યો છે. ખોજા પરિવારનાં દાતા શ્રી આલ્બર્ટ જસાણી દ્વારા સનાતન ભાવના સાથે સર્વ […]
