Sunday July 27, 2025

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. દોઢ લાખની કિંમતના ફોન મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫      ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના […]

10 અને 17 એપ્રિલે પોરબંદરથી આસનસોલ માટે “સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે : ટિકિટ બુકિંગ આજે બુધવારથી શરૂ

શંભુ સિંહ, ભાવનગર મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ વિશેષ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 10.04.2025 (ગુરુવાર) અને […]

રેલવે દ્વારા ચિનાબ બ્રિજ સાથે કાશ્મીરની સફરને એલિવેટીંગ

શંભુ સિંહ, ભાવનગર જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને મળે છે અને ચિનાબ નદી પૃથ્વીમાં ઊંડાણમા વહે છે, ત્યાં ભારતે સ્ટીલમાં પોતાનો સંકલ્પ કોતર્યો છે. ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ, […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્નની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        આગામી સમયમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે રાજ્યમાં – વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે. જે સમયગાળા દરમ્યાન બાળલગ્નો થતાં અટકાવવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.        સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા, […]

Fire in Cemetery: ખંભાળિયાના ભાડથર ગામે સ્મશાનના લાકડામાં ભભૂકી ઉઠી આગ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આજરોજ બપોરે સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડામાં એકાએક આગ ભભૂકી ઉઠતા આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવીને […]

The Gosai Effect: ભાવનગર સર ટી હોસ્પિટલમાં બાળરોગ વિભાગે 4 પ્રેક્ટિસ અપનાવતાં મૃતાંકમાં 50 % સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો

– સફળ પ્રયોગથી નવજાતને જીવતદાન – હોસ્પિટલને ગ્રીપ એવોર્ડની ભેટ અપાવનાર પ્રયોગ ડો. મેહુલ ગોસાઇની ‘4 વ્યૂહરચના’થી સર ટી. હોસ્પિ.એ 4 વર્ષમાં નવજાત શિશુ મૃત્યુદર 13.74 % થી ઘટાડી 5.67 % કર્યો કુંજન રાડિયા, ભાવનગર     નવજાત શીશુમાં મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી છેલ્લા ચાર વર્ષમાં નવજાત […]

જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ

હરેશ જોષી, ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ શ્રી જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ ૨૦૨૪ માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર શ્રી રમેશ પોખરીયાલવે હસ્તે અપાયો હતો.ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી […]

ભુતિયા પ્રા શાળા ના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ હેન્ડબોલ ટીમમાં પસંદગી

“ઋત્વિકની સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમમાં પસંદગી.” હરેશ જોષી, ભૂતિયા પાલીતાણા તાલુકાની ભૂતિયા ગામની પ્રાથમિક શાળા માં ધોરણ-8 માં અભ્યાસ કરતો સાધારણ ખેડૂત પરિવારના પુત્રે પોતાની મહેનત અને પ્રતિભાથી ભુતિયા ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે તે 39મી સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમ( અંડર -15) માં ઓડિશાના કેઓન્ઝાર […]

ખંભાળિયામાં પાલીકા દ્વારા સધન રાત્રી સફાઈ કામગીરી હાથ ધરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫        ખંભાળિયા શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં દરરોજ સવારે થતી દૈનિક અને નિયમિત સફાઈ કામગીરી ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વધુ 25 જેટલા સફાઈ કામદારોની વધુ સેવાઓ લઈ અને રાત્રિના સમયગાળા દરમિયાન શહેરના જુદા જુદા […]

ભાવનગરમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા યુવાન નો ગળાફાંસો ખાઈ આપઘાત

વિપુલ હિરાણી, ભાવનગર ભાવનગર શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન શિવમકુમાર ઊં.વ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી . આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી […]

Back to Top