ભાણવડના સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓની સેવામાં હરતાં-ફરતાં ‘પેઈન રિલીફ કેમ્પ’નું આયોજન
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬ દ્વારકાના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પગપાળા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓની સેવામાં ભાણવડનું ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ સતત ચોથા વર્ષે જોડાયું હતું. કાળઝાળ ગરમીમાં સેંકડો કિ.મી. અંતર કાપીને અહીંથી પસાર થતા પદયાત્રીઓને થતી શારીરિક પીડામાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા સતત પાંચ દિવસ સુધી નિઃશુલ્ક મસાજર મશીન દ્વારા…
