ભાવનગરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની પ્રેરણાદાયી ઉજવણી: બાળ દર્દીઓને શૈક્ષણિક કિટનું વિતરણલગ્ન પૂર્વે થેલેસેમિયા પરીક્ષણ કરાવવા વાલીઓને માર્ગદર્શન અને સ્વ. કૃષ્ણાની યાદમાં સેવાકીય કાર્ય
ડો. યશ દવે, ભાવનગરભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મેના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયા બીમારી સામે લડતા બાળકોના જીવનમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો અને સમાજમાં આ ગંભીર રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે હોસ્પિટલમાં…
