Monday July 28, 2025

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના 17 બાળકો પસંદગી પામ્યા

હરેશ જોષી, ટીમાણા 25 માર્ચ 2025 ના રોજ ધોરણ – 6માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના કુલ 17 બાળકો પસંદગી પામ્યા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં 80 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જેમાંથી 22 % જેટલા બાળકો ગણેશ […]

ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ

પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું […]

કૌટુંબીક જમીન વેચવા બાબતે થયેલ ઝઘડામાં મોટાભાઈના હાથે નાનાભાઈ નું ખૂન: ભાવનગરના સવાઈનગર ગામ નો બનાવ

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૯ જળ જમીન અને જોરૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે મોટાભાઈ એ નાના ભાઈ સાથે ઝઘડો કરી ધારિયા નો ઘા  ઝીંકી કરપીણ હત્યા કરી હતી. ખુન આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વેરાવદર […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા મહિલા કર્મચારીઓ માટે સેમિનાર સમ્પન્ન

શંભુ સિંહ, ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા 27.03.2025 (ગુરુવાર) ના રોજ ઓફિસર્સ ક્લબ-ભાવનગર પરા ખાતે સમૂહ “ઘ” મહિલા કર્મચારીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સારિકા દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કર્મચારીઓને ડો. સારિકાએ સર્વાઈકલ કેન્સર […]

સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસાદાર કંપની ગણાવતા ભરતસિંહ તરેડી

ભાવનગર ભાવનગર જિલ્લાના તરેડી ગામના વતની એવા ગુજરાત ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહે ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયને હાડેહાથ લીધું અને તમામ સનાતન ધર્મના લોકોને જાગૃત થવા હાકલ કરી તેમજ સનાતન ધર્મના ધુરંધરો સાધુસંતોને નામ જોગ ઝાટકી નાખ્યા અને ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયનો ૧૯૬૮ થી પોતાનો અનુભવ રજુ કર્યો અને મોટાભાગના હરી ભક્તો ઝાળમાં ફસાયેલા નો વિગતે […]

ભાવનગર ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાને કારણે એક સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવામાં આવ્યો

શંભુ સિંહ, ભાવનગર ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામા આવિ રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં કુલ […]

કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ-બોરસદને પંદર લાખ રુપિયાનું દાન

હરેશ જોષી, ઈટોબીકોકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું.તા. ૨૨/૩/૨૦૨૫ શનિવારે સાંજે ઈટોબીકો શહેરનાં શ્રૃંગેરી બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૪ ગામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિના મળી કુલ ૪૫૦ લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ ૨૫,૫૦૦ કેનેડિયન ડોલર એટલે […]

હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર સ્થાનાંતરિત ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો હવે સુરત સ્ટેશનથી ફરી શરૂ થશે

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ હેઠળ, પ્લેટફોર્મ નંબર 2 અને 3 (ફેજ-2) પર કોન્કોર્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે, ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો જે અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશન ઉધના પર ખસેડવામાં આવી હતી […]

રેલવેની ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક […]

Back to Top