ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના માતુશ્રી તેમજ નિવૃત કસ્ટમ કલેક્ટર અને આર.એસ.એસ ના પૂર્વ વિભાગ કાર્યવાહ સ્વ. ઘનશ્યામસિંહજીના ધર્મપત્ની તેમજ ડો. સર્વદમનસિંહજીના દાદીમાં સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણાનું તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થતાં, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ […]
Tag: BHAVNAGAR
ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી
કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને […]
મહાકુંભ 2025 દરમિયાન રેકોર્ડ: 17,000થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી!
રેલ મંત્રીએ પ્રયાગરાજ મહાકુંભમાં રેલ કર્મયોગીઓના અવિરત પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની પ્રશંસા કરી! અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજની મુલાકાત લીધી અને મહાકુંભ દરમિયાન અદ્ભૂત કામગીરી માટે રેલવે પરિવારને અભિનંદન આપ્યાં ! નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ 2025 માટે ભારતીય રેલવેની વ્યાપક તૈયારીઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવા માટે […]
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
મૂકેશ પંડિત, જાળિયા: બુધવાર તા.૨૬-૨-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભરેલાં પર્વ મહાશિવરાત્રી પ્રસંગે ગોહિલવાડનાં જાણીતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક આયોજન થઈ ગયું. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવ સ્થાનમાં […]
ભાવનગરના શિવકુંજ ધામમાં દિવ્યતાથી ઉજવાયો મહાશિવરાત્રી મહોત્સવ
ભવનાથ મહાદેવ મંદિરે ઉમટયો માનવ મહેરામણ હરેશ જોષી, ભાવનગર તા. ૨૬. ૨પુ.સંતશ્રી સીતારામ બાપૂના સાંન્નિધ્યમાં ભાવનગરની ભાગોળે આવેલ શિવકુંજ આશ્રમે મહાશિવરાત્રી મહોત્સવ ખુબજ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો હતો.પૂ. શંકરાચાર્ય મહારાજ દ્વારા સ્થાપિત સ્ફટિક મણી શિવલીંગ ની ચારેય પ્રહરની પૂજા પૂ. સીતારામ બાપુ દ્વારા ભૂદેવો સાથે વિવિધ રસ અને તીર્થે જળના અભિષેકથી કરવામાં આવી હતી.પધારેલ […]
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ
રંઘોળા બુધવાર તા.૨૬-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પાઠાત્મક મહારુદ્ર અને હોમાત્મક મહારુદ્ર દ્વારા પૂજન વંદના થઈ. શિવજીનાં દર્શન પૂજનમાં રંઘોળા સહિત આસપાસનાં ગામોમાંથી ભાવિકો લાભ લેતાં રહ્યાં છે.
લોકભારતી સણોસરાનાં વિશાલ ભાદાણીનું સન્માન
મૂકેશ પંડિત, સણોસરા : મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫ લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં સણોસરાનાં ઉપકુલપતિ વિશાલ ભાદાણીનું શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન થયું. સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરમાં વડા નિરંજન પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ‘સંધાન ૨૦૨૫’ યોજાયેલ. અહીંયા ૧૨ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર તથા પ્રેરક વકતાં વિશાલ ભાદાણી સન્માનિત થયેલ છે.
લોંગડીની જનકપુરી વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી
હરેશ જોષી, લોંગડી ગુજરાત સાહિત્ય પરિષદ અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સહયોગથી જનકપુરી વિદ્યાલય લોંગડી માં માતૃભાષા દિવસ ઉજવાયેલ. જેમાં કવિ વિજય રાજ્યગુરુ,ડો.પ્રણવ ઠાકર , રાજીવ ભટ્ટ દ્વારા કાવ્યવચન અને માતૃભાષા મહત્વ રજૂ થયેલ.પુસ્તક પ્રદર્શન પણ યોજાયેલ.શાળા ઇન્ચાર્જ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ.
પાલીતાણા: વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળાનો એક દિવસીય પ્રવાસ યોજાયો
હરેશ જોષી, પાલિતાણા વિઠ્ઠલ વાડી પ્રા શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં તળાજા બૌદ્ધ ગુફાઓ, ગોપનાથ મહાદેવ, ઉંચા કોટડા, ચામુંડા માતાજી, મહુવા ભવાની મંદિર, ભગુડા માંગલ માતાજી,બગદાણા ધામ જેવા સ્થળોની મુલાકાત લીધી.જેમા તમામ સ્થળોની ઐતિહાસિક મહત્વની સમજ શિક્ષક હરેશકુમાર પંડ્યા એ આપી હતી તથા શાળાના આચાર્ય વૈશાલીબેને વ્યવસ્થા સંભાળી હતી. શાળા નો આ શૈક્ષણિક પ્રવાસ […]
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ
શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું પુરસ્કાર વિતરણ ઈશ્વરિયા સોમવાર તા.૨૪-૨-૨૦૨૫ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં લાગણીભર્યા પ્રતિભાવો પ્રસ્તુત થયાં. શાળા […]
