Headlines

ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે…

Read More

પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના સભ્યોની મુલાકાતે કાંધલ જાડેજા

રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી મિત્રોને મળવા પહોંચેલા ધારાસભ્ય કાંધલ જાડેજા પોરબંદરસમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ ૨ણનીતીઓ ખોટી પાડીને અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો ૨હેલો હોય ત્યારે માત્ર રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ રહેલ છે. અને ભાજપ ના વિજય ૨થને પોતાની આગવી સુઝ, આવડત અને રાજકીય ચોકઠા ગોઠવવાની કાબેલીયત ના જોરે…

Read More

બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા

– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન…

Read More

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે મેગા નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        જાણીતા દાતા અરવિંદભાઈ શાહ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 ફેબ્રુઆરીથી બિનચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. 20 થી 31 માર્ચ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં 30 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લક પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ…

Read More

ભીલાડની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી વિશ્વ માતૃભાષા મહોત્સવ-2025 ઉજવાયો

ભીલાડ, તા.૧૮/૦૨/૨૦૨૫માતૃભાષા મનુષ્યની અભિવ્યક્તિનું સર્વોત્તમ માધ્યમ છે. તે આંતર ચેતના સાથે જોડાયેલી હોય છે. તે માતૃભૂમિના વાતાવરણમાં જ, બાળપણમાં વિકસે છે અને જીવન સાથે તેનું જોડાણ કાયમી હોય છે. માતૃભાષા ન આવડતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એટલે વિશ્વ માતૃભાષા। દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. કોલેજના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષાનું મહત્ત્વ સમજે, પોતાનો માનસિક, સાંસ્કૃતિક સાહિત્યિક…

Read More

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ…

Read More

ખંભાળિયામાં સુફી સંત પૂજ્ય શંકર ડાડાની પુણ્યતિથિની થશે ભાવભરી ઉજવણી

– મંગળવારે રક્તદાન કેમ્પ, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫        જાણીતા સૂફી સંત પૂજ્ય શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         આ અંતર્ગત આગામી મંગળવાર તારીખ 25 મી ના રોજ અત્રે…

Read More

સલાયામાં આપનું ઝાડું ફરી વળ્યું: પ્રથમ વખત મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યું 

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામની નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે ભાજપનું અને એ.આઈ.એમ.આઈ.એમ.નું પણ ખાતું પણ ખૂલ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાના વોર્ડ નંબર એકને ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં હિન્દુ વિસ્તાર વધારે છે…

Read More

રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને…

Read More