શંભુ સિંઘ, ભાવનગર ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનો એક-એક દિવસ માટે સંપૂર્ણપણે રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
Tag: BHAVNAGAR
22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન અમરેલી-જૂનાગઢ વચ્ચે દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન
જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે 22.02.2025 થી 27.02.2025 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:- મીટરગેજ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” અમરેલી-જૂનાગઢ-અમરેલી અમરેલીથી […]
રેલવેમાં ગેર-ઉપનગરીય ખંડ પર અનરિઝર્વ્ડ ટિકિટના એડવાન્સ બુકિંગ ની સુવિધા
પીક સીઝન દરમિયાન મુસાફરીને સરળ બનાવવા માટે એડવાન્સ ટિકિટ સુવિધા મુંબઈ પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો દિવસ સિવાય) અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ સુવિધા […]
“મહાશિવરાત્રીના મેળા” દરમિયાન ભાવનગર ડિવિઝનની 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે
શંભુ સિંહ, ભાવનગર જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રીના મેળા” માટે પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોની સુવિધા માટે, 22.02.2025 થી 28.02.2025 દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
નવી જાણકારી મેળવવા સાથે પ્રવાસનો આનંદ માણતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો
હરેશ જોષી, શેત્રુંજી ડેમપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્યશ્રી બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં તળાજાની બોધ્ધ ગુફાઓ અંગે અલ્પાબેન ડોડિયા અને ચંદ્રેશભાઇ દ્વારા બાળકોને સુંદર માહિતી આપવામાં આવી હતી જ્યારે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત સમયે પ્રદીપભાઈ જાની અને તુષારભાઇ ગોસ્વામી દ્વારા સમજણ આપવામાં […]
ભાવનગરમાં કલેકટર આર.કે.મહેતાના માર્ગદર્શન નીચે વિશિષ્ટ અભિયાનનું આયોજન
રોડ અકસ્માત માં ધટાડો કરવા ભાવનગર રેડક્રોસ અને આરટીઓ કચેરી દ્વારા વાહનો ચલાવતા ડ્રાઈવરો ની આંખો ચકાસણી નું અભિયાન ચલાવાશે ટ્રાન્સપોર્ટ, હાઇવે, અને મોટા વાહનો ની હેરફેર સાથે જોડાયેલ ડ્રાઈવર અને ક્લીનર ની તપાસ કરી ચશ્મા પણ આપવા માં આવશે
રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ
રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ […]
રાજકોટ ડિવિઝનમાં બ્લોકને કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે
ભાવનગર રાજકોટ ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી આ સેક્શનમાં રેલ ટ્રાફિકને અસર થશે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19.02.2025 થી 02.03.2025 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન […]
રામકથા જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લેતાં ભાવિકો નારાયણ સરોવર, બુધવાર તા.૧૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને […]
તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન
હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી […]
