Monday July 28, 2025

ભાજપ દ્વારા ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ

ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓની રહી ઉપસ્થિતિ ભાવનગર સોમવાર તા.૭-૪-૨૦૨૫ ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે યોજાયેલ ઉપક્રમો અંતર્ગત ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે વિવિધ ઉપક્રમો યોજાયાં છે, જે પૈકી ગણેશગઢ ગામે આંગણવાડીમાં આગેવાનોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ. […]

મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે

ત્રિ દિવસીય આ કાર્યક્રમમાં હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે હરેશ જોશી, મહુવા પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે.ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના […]

10 અને 17 એપ્રિલે પોરબંદરથી આસનસોલ માટે “સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે : ટિકિટ બુકિંગ આજે બુધવારથી શરૂ

શંભુ સિંહ, ભાવનગર મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ વિશેષ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે.ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 10.04.2025 (ગુરુવાર) અને […]

રેલવે દ્વારા ચિનાબ બ્રિજ સાથે કાશ્મીરની સફરને એલિવેટીંગ

શંભુ સિંહ, ભાવનગર જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને મળે છે અને ચિનાબ નદી પૃથ્વીમાં ઊંડાણમા વહે છે, ત્યાં ભારતે સ્ટીલમાં પોતાનો સંકલ્પ કોતર્યો છે. ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ, […]

The Gosai Effect: ભાવનગર સર ટી હોસ્પિટલમાં બાળરોગ વિભાગે 4 પ્રેક્ટિસ અપનાવતાં મૃતાંકમાં 50 % સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો

– સફળ પ્રયોગથી નવજાતને જીવતદાન – હોસ્પિટલને ગ્રીપ એવોર્ડની ભેટ અપાવનાર પ્રયોગ ડો. મેહુલ ગોસાઇની ‘4 વ્યૂહરચના’થી સર ટી. હોસ્પિ.એ 4 વર્ષમાં નવજાત શિશુ મૃત્યુદર 13.74 % થી ઘટાડી 5.67 % કર્યો કુંજન રાડિયા, ભાવનગર     નવજાત શીશુમાં મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી છેલ્લા ચાર વર્ષમાં નવજાત […]

જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ

હરેશ જોષી, ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ શ્રી જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ ૨૦૨૪ માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર શ્રી રમેશ પોખરીયાલવે હસ્તે અપાયો હતો.ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી […]

ભુતિયા પ્રા શાળા ના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ હેન્ડબોલ ટીમમાં પસંદગી

“ઋત્વિકની સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમમાં પસંદગી.” હરેશ જોષી, ભૂતિયા પાલીતાણા તાલુકાની ભૂતિયા ગામની પ્રાથમિક શાળા માં ધોરણ-8 માં અભ્યાસ કરતો સાધારણ ખેડૂત પરિવારના પુત્રે પોતાની મહેનત અને પ્રતિભાથી ભુતિયા ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે તે 39મી સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમ( અંડર -15) માં ઓડિશાના કેઓન્ઝાર […]

ભાવનગરમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા યુવાન નો ગળાફાંસો ખાઈ આપઘાત

વિપુલ હિરાણી, ભાવનગર ભાવનગર શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન શિવમકુમાર ઊં.વ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી . આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી […]

ભાવનગરમાં રાંદલ ધામ ખાતે ખાવડીયા પરિવાર દ્વારા ચાલતી રામકથા જ્ઞાનયજ્ઞ

ભાવનગર તા.૪ ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોકમાં આવેલ શ્રી રાંદલ ધામ ખાતે  ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાવડીયા પરિવાર દ્વારા  શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં  શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ રાવલ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં ઉપસ્થિત જાણીતા કલાકાર અનિલભાઈ વકાણી અને પત્રકાર વિપુલભાઈ હિરાણી નું ખાવડીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલ. આ […]

ભાવનગરના ધોળા ગામે હતી  પતિએ પત્નીની હત્યા કરી

  સાત માસથી રીસાવણે પિયર રહેતી પત્નીને તેડવા ગયેલા પતિએ છરીના ઘા ઝીંકી ખૂન કરી નાસી છૂટ્યો વિપુલ હિરાણી , ભાવનગર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા કરી નાખ્યા નો બનાવ બનવા પામ્યો છે. ખુલ્લા આ બનાવ અંગે […]

Back to Top