ભાવનગર મુસાફરોની સુવિધા અને “ફાલ્ગુન ફેરી” નિમિત્તે પાલીતાણામાં થનાર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પાલીતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃબાંદ્રા ટર્મિનસથી પાલીતાણા માટે ચાલવાવાળી બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09093) બાંદ્રા ટર્મિનસથી 10.03.2025 (સોમવાર)ના […]
Category: BHAVNAGAR
તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 6) : વિવૃત્ત-સંવૃતનો તત્ત્વભેદ સમજવા જેવો છે
ઉચ્ચારણમાં જે સ્વર ઓછો સમય લે તે લઘુ અને જે વધુ સમય લે તે ગુરુ એવી સાદી સમજ છે જે સ્વર બે માત્રા કરતાં વધુ અથવા બે સ્વરોના જોડાણથી આવે એને પ્લુત કહેવાય છે; પ્લુતનું કાલમાન ગુરુ સ્વરની તુલનાએ વધુ હોય છે સંસ્કૃતમાં ઉચ્ચારતા ‘ૠ’ ‘ૡ’ ના સાચાં ઉચ્ચારણો આપણને આવડતાં નથી, પણ નવા પ્રવેશેલા […]
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન
સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ કોટેશ્વર શનિવાર તા.૧૫-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો છે. ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર શ્રી ઝુલેલાલ […]
રેવા સરકારી હાઈસ્કૂલમાં ઉજવાયો સંસ્કાર-શિક્ષણ અને સંસ્કૃતિને ઉજ્જવળ કરતો અનેરો ત્રિવિધ કાર્યક્રમ
માતૃ-પિતૃ વંદના,ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો મુકેશ પંડિત, રેવા રેવા સરકારી હાઈસ્કૂલમાં આ અનુપમ અને અદકેરાં કાર્યક્રમમાં ગામના વાલીઓને સંતાનો દ્વારા વંદના,પાય પ્રક્ષાલન અને આરતી ઉતારી પવિત્ર વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ અને પ્રેરક મૂલ્યોનું જતન કરવાના ઉમદા આશયથી ૧૪મી ફેબ્રુઆરીના દિવસને વિશિષ્ટ રીતે ઉજવી શિક્ષણ જગત માટે અનુકરણીય કાર્ય […]
પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…
પ્રયાગરાજ ( તસવીર કથા – મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો સવારનાં પહોરથી જ પંખીડાઓ પણ તેમનું કર્મ શરૂ કરે છે. કુંભમેળાનાં […]
ભાવનગર શહેર ભાજપે જંગી બહુમતીથી વડવા-બ વોર્ડની પેટા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
શહેર ભાજપ અધ્યક્ષ સહિત સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હરેશ પરમાર, ભાવનગર ભાવનગરમા ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ. અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેબિનેટ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો હોવાથી […]
હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો
હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ […]
ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારાનું લોકાર્પણ
હરેશ જોષી, ભદ્રાવળ ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં સરસ મજાનું પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા આ સુશીલાબા પરિવાર થકી ખૂબ જ સારું પરબ બંધાવ્યું . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ […]
